![]() |
આધુનિક સફેદ રંગનો કોટ |
સૌ પ્રથમ ડોક્ટરોએ લેબોરેટરીમાં સફેદ કોટને ધારણ કર્યો હતો
૧૯મી સદીમાં વૈજ્ઞાનિકો પ્રયોગશાળા કે લેબોરેટરીમાં કામ કરતા હતા, તેઓ ત્યારે ગુલાબી અને પીળા રંગનો કોટ પહેરતા હતા. આ સમયગાળામાં પ્રયોગશાળાના વૈજ્ઞાનિકોએ ડોક્ટરો પર આંગળી ઉઠાવી અને તેના ઈલાજને બેકાર જણાવી, પ્રતિષ્ઠાને હાની પહોચાડી હતી. આવા સમયે વૈજ્ઞાનિકોને લોકોનું અને શાસકોનું સમર્થન મળતું હતું. આવા સમયે ડોકટરોએ વૈજ્ઞાનિક બનવાનો નિર્ણય લીધો હતો. ૧૮૮૯ની સાલ આજુબાજુ લેબોરેટરીમાં ડોકટરો આવ્યા ત્યારે તેમને સફેદ રંગને પસંદ કર્યો. હાલમાં ગોઠણ સુધી દેખાતા સફેદ કોટની ડીઝાઇન કેનાડાના સર્જન ડૉ. જોર્જ આર્મસ્ટ્રોંગ(૧૮૫૫-૧૯૩૩)એ રજુ કર્યો હતો.
સફેદ રંગ પસંદ કરવાનું કારણ શું?
સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક હોવાથી તેની પસંદગી કરવામાં આવી છે. આ રંગમાં ભલાઈ કરવાની ભાવના હોય છે, જેમાં મૂસા, જીસસ જેવા સંતોએ પહેરવેશને અપનાવ્યો હતો.
સફેદ કોટનો સર્વે શું બતાવે છે?
વીસમી સદીમાં સફેદ કોટ ધારણ કર્યાં બાદ ડોક્ટર અને મરીઝના વિચારોનો એક સર્વે બહાર પડ્યો હતો. જેમાં નર્સ અને ડોકટરોને સરળતાથી ઓળખી શકાય છે. મરીઝ સફેદ રંગ જોઇ માનસિક શાંતિ અનુભવે છે અને હકારાત્મક વિચારે છે. સ્વચ્છતાની ઓળખ ઉભી કરે અને પોતાના પર માનસિક દબાવ ઉભો થવા દેતા નથી.
શરીરનું તાપમાન જળવાઈ રહે અને દર્દીને રાહત થતી હોવાથી ડોકટરો સફેદ રંગ પહેરે છે.