જયારે ભારતમાં બ્રિટીશ રાજ હતું, ત્યારે પોલીસને
સફેદ રંગની વર્દી પહેરવાનો હુકમ હતો. પરંતુ ડ્યુટી દરમિયાન વર્દી વધારે ગંદી થતી
હતી. જેના કારણે પોલીસ કર્મચારીઓ પરેશાન થતા હતા. જેનાથી કંટાળી પોલીસે અલગ અલગ
રંગોમાં વર્દીને રંગી હતી. અલગ અલગ રંગવાને કારણે વર્દી અલગ અલગ દેખાતી હતી. પોલીસ
ઓફિસરોએ જેના ઉપાય તરીકે ખાખી રંગની ડાઈ તૈયાર કરાવી હતી. ખાખી રંગ પીળો અને ભૂરા
રંગનું મિશ્રણ છે. 1847ની સાલમાં સર હેરી લમ્સડેન( sir Harry Lumsden)નામના અધિકારીએ
ખાખી રંગને મંજુરી વર્દી માટે અનુમતિ આપી દીધી હતી. ત્યારથી ખાખી વર્દી પોલીસ
પહેરે છે.
ખાખી વર્દીનો સંક્ષિપ્તમાં ઈતિહાસ
·
સર હેરી લમ્સડેન( sir Harry Lumsden) નોર્થ વેસ્ટ
ફ્રન્ટીયર સેનાના ગવર્નર એજન્ટ હતા અને લાહોરના રહેવાસી હતા. જેમણે ત્યાં “Corps of
Guides” નામની સેના 1846ની સાલમાં તૈયાર કરી હતી. ત્યારે કોઈ ડ્રેસકોડ ન હતો,
પરંતુ 1847ની સાલમાં સેનાની ભરતી સમયે પોલીસે ખાખી વર્દીને અપનાવી લીધી હતી.
પહેલી આધુનિક પોલીસ વિશે શું મત છે?
· · BPRD(Bureau of Police Research and Development)
સંસ્થા મુજબ પહેલી આધુનિક પોલીસ લંડનની મેટ્રોપોલિટન પોલીસ હતી. તેમણે 1829ની
સાલમાં ડાર્ક બ્લ્યુ રંગનો યુનિફોર્મ બનાવ્યો હતો. જે પેરામીલીટરી સ્ટાઈલનો યુનિફોર્મ
હતો. તેમણે બ્લ્યુ રંગ એટલે પસંદ કર્યો હતો કે બ્રિટીશની આર્મી લાલ અને સફેદ રંગનો
યુનિફોર્મ પહેરતી હતી.
No comments:
Post a Comment